પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહનવાઝખાન
૪૫
 


ત્યાં રણમેદાન પર અમને અટકાવવાને અંગ્રેજોની તાકાત નિષ્ફળ ગઇ હતી અમારી હાલત બૂરી હતી અમારી પાસે ક્ષુધા શાન્ત કરવા અનાજ ન હતું, પીવાને જળ નહતું પહેરવાને વસ્ત્રો ન હતાં, અને શસ્ત્રોની પણ તંગી હતી. અમારું રક્ષણ કરવાને હવાઇદળ ગેરહાજર હતું. ટેન્કો અને રણગાડીઓનો પણ અભાવ હતો: આમ છતાં આઝાદ ફોજના મરણિયા વીરોએ અંગ્રેજોના સૈન્યને છીન્નભિન્ન કરી નાંખ્યુ હતું. અને અમે કોહીમા પહોંચી ગયા. હિંદુસ્તાનની એ આઝાદ ધરતી પર અમે આપણા ત્રિરંગી ઝંડો ફરકાવ્યો.

૧૯૪૪માં અંગ્રેજોનું સૈન્ય મોટું હતું, પણ એમની તાકાતનાં પાણી તો આઝાદ હિંદ ફોજના નવજુવાન સૈનિકોએ ઉતાર્યાં. અમારી ફોજ સામે એ સેના સ્થીરપણે ટકી શકી નહિ. મેદાનમાંથી તેઓ ભાગવા લાગ્યા અને આઝાદ હિંદ ફોજના સૈનિકોએ તેમનો પીછો પકડ્યો હતો: આઝાદ ફોજના સૈનિકોએ નેતાજી સમક્ષ ફરિયાદ કરી કે, અમે દોડી દોડીને થાકી ગયા પણ અંગ્રેજો અમને સામનો આપતા નથી.’

અંગ્રેજ ફોજોએ કોઈ વાર પણ અમને સામનો આપ્યો નથી. અમારી સામે એ ટક્યા નથી. અંગ્રેજો પોતાના વતનને માટે લડતા ન હતા, અત્યારે આઝાદ હિંદ ફોજના સૈનિકોના દિલમાં વતનની આઝાદીનો જોશ હતો. આાઝાદ ફોજનો નિશ્ચય હતો કે દિલ્હીના લાલ કિલ્લા પર પહોંચીને જ નિરાંતનો શ્વાસ ખાવો. કાંતો રણમેદાનમાં ખપી જઇને અંતિમ શાંતિનો નિશ્ચય દમ ખેંચવો.

જોશ અને તમન્નાઓનો એ ઇતિહાસ હતો, બીજી મહત્ત્વની વાત એ હતી કે અંગ્રેજ સૈન્યના મોટા અધિકારીઓ મોખરા પરના સૈન્યથી અલગ ને અલગ જ રહેતા હતા. ત્યારે આઝાદ