પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
નેતાજીના સાથીદારો
 


જ્યારે હું લાલ કિલ્લામાં પૂરાયેલો હતો, ત્યારે એક અંગ્રેજ જનરલ મારી પાસે આવ્યો, તેણે મને કહ્યું, અમે તો અહીંથી જવા માટે બીસ્તરા બાંધવા તૈયાર છીએ, પણ તમારી વચ્ચેના અંદર અંદરના ઝઘડા ક્યાં દૂર થાય છે ? એટલે અમે જતા નથી. મેં જવાબમાં કહ્યું, જ્યારે તમે પૂર્વ એશિયામાં ન હતા ત્યારે ત્યાં ઝઘડાનું નામ નિશાન પણ ન હતું. તેવી રીતે અહીંથી વિદાય થશો, ત્યારે અહીં કોઇ પણ જાતના ઝઘડા રહેવાના નથી.

[ ૩ ]

નેતાજીએ આઝાદ હિંદફોજનું, કૅપ્ટન મોહનસિંહે વિસર્જન કર્યુંં હતું, તેની પુનર્રચના કરવાનો નિર્ણય કર્યોં. અને તેમના વિશ્વાસુ સાથી તરીકે કર્નલ શાહનવાઝખાનને આ અગત્યની કામગીરી સુપ્રત કરવામાં આવી અને તેમણે એ કામગીરી એવી કુશળતાથી અદા કરી કે, આઝાદ ફોજનું જીવન ધન્ય બન્યું. આઝાદ ફોજની રચના અંગે તેમણે જે હુકમ બહાર પાડેલો એ અહીં આપ્યો છે.

આઝાદ હિંદ ફોજની પુનર્રચના અંગેની નીતિની સ્પષ્ટતા કરતો પરિપત્ર નીચે મુજબ છે.

(૧) આઝાદ હિંદ ફોજમાંની તમામ સંસ્થાઓએ, ફરીને વ્યવસ્થિત થઈ જવું. ફોજની એકમો અને પેટા એકમોએ એક બીજા સાથે સંકલિત થઈને વધુ સંગઠ્ઠીત થવું. દાખલા તરીકે ગાંધી રેજીમેન્ટ શીખની ત્રણ પલ્ટન અને એક જાટ પલ્ટણની બનેલી છે. ભરતી માટેની છાવણીમાંથી સીધા કેમ્પમાં જવાની અને પસંદ કરવાની પદ્ધતિ સદંતર બંધ કરવામાં આવે છે.
(૨) સંજોગો અનુકૂળ થતાં જ ‘ભરતી માટેની છાવણી ખુલ્લી મૂકવામાં આવશે. શોનાનમાંના યુદ્ધકેદીઓમાંથી જે આઝાદ હિંદ ફોજમાં જોડાયા છે તેઓ અને બીજાઓને