પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહનવાઝખાન
૪૯
 

ત્યાં એકત્ર કરવામાં આવશે અને આઝાદ ફોજમાંની અગાઉની ટુકડીઓની માફક જ તેમની પણ પુનર્રચના થશે.

(૩) આ ભરતી માટેની છાવણીનો વડો, તાલીમછાવણીના સીધા અંકુશ હેઠળ રહેશે. આ છાવણીમાં આવનાર પ્રત્યેક વ્યક્તિનું તે રેકર્ડ રાખશે. દાખલ થયા તારીખ, મૂળ કઈ ટુકડીનો હતો અને તેને વિશેનો આખરી નિર્ણય એ રેકર્ડમાં આટલી વિગતોનો સમાવેશ થશે.
(૪) તમામ લાગતાવળગતાઓને જણાવવામાં આવે છે કે પી. એમ. અને શીખ સ્વયંસેવકો ઘણી ઓછી સંખ્યામાં આઝાદ હિંદ ફોજમાં જોડાય છે તેથી જાટ અને ગુજર કંપનીઓને તેમના બદલે સ્વીકારવામાં આવે છે.
(૫) આ પરિપત્ર ટુકડીઓના વડા મથકે મોકલી આપવાની આઝાદ કમાન્ડરને વિનંતિ કરવામાં આવે છે.
(૬) આ પરિપત્રનો તાકીદે અમલ કરવો, કારણ કે હવે વધુ સ્વયંસેવકો એમ ટેશન કેમ્પમાંથી જોડાવાનો સભવ નથી.
શૉનાન
તા. ૨૨-૩-૧૯૪૩
(સહી) શાહનવાઝખાન
લેફ. કર્નલ
 
[૨]

ખૂબ જ ખાનગી

આઝાદ હિંદ ફોજ
બીદાદારી

એકમો અને ટુકડી ભવિષ્યની ગુપ્તતા જાળવવાને ખાતર ‘સ્પેશિયલ સર્વિસ ગ્રુપ’ ઊભું થયેલું છે જે હવેથી ‘બહાદુર ગ્રુપ’ને નામે ઓળખાશે. આ હુકમને બીજા હુકમોની માફક પ્રસિદ્ધિ મળવાની નથી. છતાં આ હુકમની જાણ એવી રીતે થવી જોઈએ કે પ્રત્યેક સૈનિક આ પરિવર્તનની અગત્યતા સમજી શકે.

(સહી) શાહનવાઝખાન.
લેફ. કર્નલ