પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦
નેતાજીના સાથીદારો
 


મોરચા પર, આઝાદ હિંદ ફોજની સાથે જ જાપાની ટુકડી પણ કૂચ કરતી હતી. બંને ફોજોના સેનાપતિઓ સાથે જ યોજનાઓ ઘડતા હતા અને એક બી઼જાની પરિસ્થિતિથી વાકેફ કરતા હતા.

નીચેનો પરિપત્ર, કર્નલ શાહનવાઝખાને, જાપાની સેનાપતિને મોકલ્યો હતો:—

પ્રતિઃ

મેજર કૌબારા

એચ. ઓ. ડીવીઝન
૨ જી એપ્રિલ ૧૯૪૫
 

માહિતિ.

હમણાં જ મારા ધ્યાન પર લાવવામાં આવ્યું છે કે નં. ૨ ઇન્ફ. રેજી. સાથેના ટેલિફોન વ્યવહારમાં ભંગાણ પડ્યું છે.

(૧) આજ સવારે પાંચ સ્થળે ટેલિફોન લાઇન કપાયેલી જણાઈ હતી. એને તાત્કાલિક દુરસ્ત કરવામાં આવી છે.
(૨) આજ વહેલી સવારથી દુશ્મનોની ટેન્કો, રણગાડીઓ અને લશ્કરી ગાડીઓની લેગી મોરચા પર પ્રવૃત્તિ વધી પડી છે.
લગભગ ૬૦ જણાની એક દુશ્મન ટુકડી લેગીથી ૪૦૦ મીટર દૂર આવી પહોંચી હતી. તેણે અમારા માણસો પર ગોળીબાર કર્યો અને પીછેહઠ કરી ગયા. ટેન્કો સાથેના વધુ આક્રમણની આશા રાખવામાં આવે છે.
(૩) આજ વહેલી સવારે લેગી પર તેર દુશ્મન વિમાનોએ બોંબમારો કર્યો હતો. મશિનગનનો સખ્ત મારો થયો હતો. લેગી ભડકે બળે છે. આઝાદ ફોજના છને ઇજા થવા પામી છે. એકની હાલત ગંભીર છે. પાંચને નજીવી ઈજા થઇ છે.
(સહી)શાહનવાઝખાન

કર્નલ
૨-૪-૧૯૪૫