પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહનવાઝખાન
૫૧
 

૧૯૪૪ ની કર્નલ શાહનવાઝની નોંધપોથી, આઝાદ ફોજની મહત્ત્વની વિગતોથી ભરપૂર છે. એ નોંધપોથીના થોડાંક પાનાં અહીં આપવામાં આવે છે.

તા.જાન્યુ. નીપોન ફોજના કમાન્ડર ઇન ચીફ અહીં મળ્યા.
તા. ૨૭ તાલીમ લેતી અમારી ફોજોની નેતાજીએ મુલાકાત લીધી. મેજર રામસ્વરૂપને મારી ટુકડીમાં મૂક્યો.
તા. ૨૭ મેજર કીનાવારી સાથે સાત વાગે ખાણું લીધું. નીપોન ફોજના સુપ્રીમ કમાન્ડરને મળ્યો અને હિંદ તરફના ઘસારાને લગતાં આખરી ફરમાનો મળ્યાં.
તા.ફેબ્રુ. બી ડીવીઝનની પહેલી અને ત્રીજી ટુકડીએ કાલેવા મારા તરફ કૂચ કરી.
તા. ૬ - ૦ વાગે હેડક્વાર્ટસ રેજીમેન્ટ રંગુનથી ખસ્યું.
તા. અમારી રેજીમેન્ટની ત્રણ પાર્ટીઓ સહીસલામત રીતે આવી પહોંચી.
તા.૧૦ ટ્રેન દ્વારા વધુ ફાજો આવી પાહોંચી. કોઇ જાતના અકસ્માત વિના કીમેવારી અને રામ સ્વરૂપ સાથે માયમાયો ખાતે ગઈ. ત્યાં બી. ટી. સી. એ. ના પ્રમુખ શ્રી. ગોપાલસીંગ સાથે રાત્રી ગુજારી. તેઓ તદ્દન સાદા છતાં ખૂબ જ પ્રમાણીક વ્યક્તિ છે.
આરાકાન મોરચા પરની આઝાદ હિંદ ફોજની ભવ્ય પ્રવૃત્તિના સમાચાર મળ્યા.
તા. ૧૧ ઉત્તર બર્માના જી. ઓ. સી. જનરલ મોટો સૂચીને મળ્યો તે એક મહાન સૈનિક અને