પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
નેતાજીના સાથીદારો
 

બુકીટ તીનાહ ટેકરીના વિજેતા તરીકે જાણીતા છે તે ઘણા માયાળુ છે. આઝાદ હિંદ ફોજને તમામ સહાય આપવાની તેમણે ખાત્રી આપી છે.
તા. ૧૨ ફેબ્રુ. હાઝરોવાળા મી. જમાનખાનને મળ્યો. તેઓ તાજના સંબંધી છે. માંડલે જવા ઉપડ્યા. કીમેવારી બસ દ્વારા કાલેવા જવા રવાના થયા. મોટરની મુશ્કેલીના કારણે હું જઈ શક્યો નહેિ. એમ. ટી. કંપનના સૈનિકો સમક્ષ મેં પ્રવચન કર્યું. તેઓ તમામ પૂર્ણ જુસ્સામાં છે. તેમાંના ઘણા રેજીમેન્ટ સાથે આગળ જવા ઇંતેજાર છે.

આરાકાનની હિલચાલ અંગે આઝાદ હિંદ ફોજને મુબારકબાદી આપતો નેતાજીનો સંદેશો મળ્યો.

તા. ૨૦ ફેબ્રુ. સવારમાં દોડવા માટે ગયો, નજદિકમાં જ દુશ્મન વિમાનો હતાં, કાલેવા જવાની આશા હતી. હજી પણ લોરી પાછી ફરી નથી. રસ્તામાં જ તે તૂટી પડ્યાના સમાચાર મળ્યા. તા. ૨૦ મીએ આઠ વાગે મૂલાઈક છોડીને કાલેવા છાવણીમાં આવ્યો. રામસીંગ લગભગ ૫૦૦ માણસો સાથે ફાલાઓર ગયા.
તા. ૧૧ માર્ચ હેડક્વાર્ટસ ડીવીઝનમાં ગયો. મેજર ફુજીવારાને મળ્યો. ઘણા સારા સમાચાર હતા ૧૭ મી ડીવીઝને ટી હોમને ઘેરો ઘાલ્યો. ફુજીવારા એવી આશા રાખે છે કે આવતા માસની