પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહનવાઝખાન
૫૩
 

મધ્યમાં આપણે ઈમ્ફાલમાં હોઇશું. થાકુરને ટેલિફોન કર્યા અને ત્રીજી બ્રિગેડને બાયગોન લાવવાનો હુકમ કર્યો. એવી આશા રાખવામાં આવે છે કે અમે ટીડીમ પર સમયસર આક્રમણ કરી શકશુંં.
તા. ૧૨ માર્ચ ફરીને ફુજીવારાને મળ્યો, ટીડીમ તરફની કૂચ મુલતવી રહી. કારણ કે ટીડીમનું લગભગ પતન થઈ ચૂક્યું છે. તેનો કબજો લેવાનું યાઝાગ્યો, માઇથા હાકા પરના અધિકારીને જણાવ્યું. કીમેવારી હાકા ગયા. રેજીમેન્ટે ભજવેલા ભાગ વિશે ચોક્કસ વિગતો મળે ત્યાંસુધી મેં અહીં જ રહેવાનો નિશ્ચય કર્યો છે.
તા. ૧૭ ટીડીમ ખાતેથી ૨૦૦ સૈનિકો નાસી ગયાના સમાચાર મળ્યા. તેઓ અત્યારે ૬૦ માઈલ દૂર આવેલા તાલમાની પશ્ચિમે આવેલા કાલાનાગા કુવા ખાતે હોવાનુ જણાય છે. રામસીંગને ત્યાં જવાનો હુકમ કર્યો અને સીંકદરને તેમને કેદ કરવાનો હુકમ કર્યો.

પારાના કંપનીના નાયક મંગળસીંગ અને બે સીપાઇઓ સામેની તપાસ ચાલી.
સાડા સાત વાગે બ્રિટિશ બોંબરો અને ફાઈટરોની ટુકડીએ હુમલો કર્યો અને કાલેવા વિસ્તારમાં કેટલાક છત્રીદળના સૈનિકાને ઊતાર્યા.

તા. ૨૨ સાડા નવ વાગે પાંચમા થાણેથી ઉપડ્યો છઠ્ઠે થાણે પહોંચતાં સમાચાર મળ્યા કે અવાલે