પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
નેતાજીના સાથીદારો
 

મેજર માનિંગની પાર્ટીના ૨૨ ચીનાઓને પકડ્યા છે. સાતમા થાણે ખાણું લીધું અને આઠ વાગે ફાલામ પહોંચ્યો.
તા. ૨૬ માર્ચ મેજર ઠાકુરસીંગનો પત્ર મળ્યો. તેઓ આપણા સૈનિકો જે રીતે કાર્યો કરે છે તેથી અને જાપાનીઓના વલણથી ખૂબ નિરાશ થયા છે.
તા. ૩૦ કેનેડીપીક ખાતેથી લુબી પાછો ફર્યો. તેનો હેવાલ નિરાશાજનક છે. જાપાનીઓ આઝાદ ફોજના સૈનિકો પાસેથી મજૂર તરીકે કામ લે છે. હું આ સંબંધમાં કીમેવારીને મળવા માટે આજે હાલ જઉં છું. મને નવાઈ લાગે છે કે આામાંથી શું થવાનું છે? હાકા જવા ૩ વાગે ઉડ્યોડ્યો. આઠવાગે હાકા પહોંચ્યો. રાત્રી તાઓ નદી પર પસાર કરી. આખી રાત વરસાદ પડ્યો. કોઈ આશ્રયસ્થાન નહોતું.
તા.એપ્રિલ કલીંગરોડ પરના થાણાની તપાસે નીકળ્યો.
તા. હાકા સાબાક નજીકના થાણાની તપાસ કરી કીમેવારી સાથે આઝાદ ફોજની ટુકડીઓનો જે રીતે જાપાનિઝ ઉપયોગ કરે છે તેના સંબંધમાં વાતાચીત કરી.
તા. ફાલમા રોકાયો. જંગજુને હાકા જવાનો ઓર્ડર મોકલ્યો કમાન્ડરોને બોલાવ્યા.

દીપક, જંગજુ, બી. એચ. આર અને અવાલ સાથે મંત્રણા ચલાવી.