પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાહનવાઝખાન
૫૫
 

તા.એપ્રિલ કમાન્ડર જંગજુ અને દીપક આવ્યા.
તા.૧૧ જંગજુ ફાલમાં નજદિક પહોંચી ગયો. દીપક નૌચાંગ પાછો આવી ગયો. આવતી કાલે તે ફોજો સાથે આગળ વધશે. તમામ તૈયારીઓ પૂર્ણ થવા પામી છે.
તા.૧૪ કલીંગ થાણા પર દુશ્મનોએ હુમલો કર્યો અમરિકી પાર્ટી સાથે પેટ્રોલ પર નીકળ્યો અને આઠ વાગે પાછો ફર્યો. કોઈ દુશ્મન હાથ લાગ્યો નહિ. આપણી કોઈ ખુવારી થવા પામી નથી.
તા.૧૬ સાડા આઠ વાગે દુશ્મનોએ ફરીને કલીંગ થાણા પર ગોળીબાર કર્યો. આજે તેમણે મોટરના ઉપયોગ કર્યો હતો. પણ લેફ. લેહનાસીંગે બહાદુરીથી નેનગ્રાંગ સુધી તેમનો પીછો પકડ્યો હતો.
તા.૨૬ કીકાનમાંથી એક ચાઈનીઝ કેદી પલાયન થઈ ગયો.
તા.૨૮ વડા મથકેથી ફરમાન આવ્યું કે ઈમ્ફાલના પતન સુધી હાકા ખાતે જ રોકાવું.
તા.૧૦મે તમામ કમાન્ડરોને કાલંગ પર દરોડા પાડવાનો હુકમ કર્યો.
તા.૧ર ૨૮ માઈલ દૂર આવેલા નેનગ્રાંગની મદદે ગયો. ત્યાં કીમેવારીને મળ્યો અને ઉખરાલ મુખ્ય રેજીમેન્ટને મોકલવાનો વડા મથકેથી હુકમ મળ્યો.
તા.૧૩ કીમેવારી મુથાહાકા જવા ઉપડ્યો. મને ભચ છે કે હુમલો ચૂકી જવાશે, આથી ઉખરાલ તરાફ ઉપડવાની મેં ડીવીઝનને આજ્ઞા કરી.