પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬
નેતાજીના સાથીદારો
 

આજે આ અવની પર મોજૂદ નથી; એની માતાનું નામ શ્રી. અમ્મુ સ્વામીનાથન. પતિના વૈભવ અને એશઆરામભર્યા જીવનમાંથી, પીડિતોને સહાય આપવાના કાર્યમાં તે લાગી ગયાં. જાહેરજીવનનાં એમનાં વર્ષો યશોજ્જ્વલ કારકીર્દિ ભર્યા છે. મહાસભાના વફાદાર સૈનિક તરીકે, આઝાદીની લડતમાં શ્રી. અમ્મુ સ્વાનીનાથને પોતાનો ફાળો આપ્યો છે. માતાની એ બલિદાનભાવના અને સેવાભાવનાના અંકૂરો લક્ષ્મીમાં ફૂટ્યા અને આજે તો એક વટવૃક્ષ જેવા બની ગયા છે. પિતાની દોલત અને પ્રતિષ્ઠા સાથે જ માતાના આ સર્વોચ્ચ સંસ્કારોએ લક્ષ્મીના જીવનઘડતરમાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.

શ્રી. અમ્મુ સ્વામીનાથને પોતાની અને પુત્રી લક્ષ્મી અને મૃણાલિનીના જીવનઘડતર પાછળ ખૂબ જ કાળજી રાખી છે. પિતાની ઉણપ પુત્રીઓને ન જણાય એની તકેદારી રાખી છે. સંગીત, નૃત્ય, ચિત્રકલાનો લક્ષ્મીને બાલપણથી જ શોખ લાગ્યો છે. એની રમતમાં ટેનિસ મોખરે છે. બન્ને બહેનો નૃત્યકળામાં નિપૂણ છે; મદ્રાસમાં સ્વામીનાથન કુટુંબ સંસ્કારોનો વારસો સાચવી રહ્યું છે. આ કુટુંબ કલા અને સાહિત્ય, નૃત્ય અને સંગીત, ચિત્રકલા અને લલિતકલામાં પૂર્ણ નિપૂણતા ધરાવે છે અને એ કુટુંબે જેમ શ્રી. અમ્મુ સ્વામીનાથનની દેશની આઝાદીની લડતમાં ભેટ ધરી છે, તેવી જ રીતે, લક્ષ્મીની પણ ભેટ ધરી છે.

પિતાનાં આદર્યા અને અધૂરાં પૂરાં કરે તે પુત્ર. એવી કવિ ઉક્તિને જરાક ફેરવીએ અને આગળ વધીએ તો ‘માતાનાં આદર્યા, આઝાદીના યજ્ઞમાં બલિ બનીને હોમાવાને તત્પર બને એ પુત્રી’ એમ કહેવું હોય તો, લક્ષ્મીના સંબંધમાં જરૂર કહી શકાય.

લક્ષ્મીનો પ્રવાસશોખ અજબનો છે. કોઈવાર જ્યારે એ મોટર ચલાવવા માંડે છે, ત્યારે કલાકો સુધી અવિરતપણે એ