પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડૉ. લક્ષ્મી સ્વામીનાથન
૬૫
 

ત્યારે જાણે કોઈ જાદુગર પોતાની જાદુકલાનાં કામણ કરે અને સહુ મુગ્ધ બને તેમ એને જોનાર સહેજમાં આકર્ષાઈ જાય છે.

લક્ષ્મીનું જીવન સુવાસભર્યું છે. એના સહવાસમાં આવનાર હરફાઈ મીઠી સોડમ લઈને જાય છે. એનામાં સાહસ ભર્યું છે અને એના સહવાસમાં આવનાર કોઈ પણ વ્યક્તિ સાહસની માત્રા લઈને જ જાય છે.

થોડાં વર્ષો પરની વાત છે; જ્યારે લક્ષ્મીનું તારુણ્ય પ્રગટતું હતું. એના વદન પર મુગ્ધાના ભાવ છવાયા હતા. મદ્રાસના રાજમાર્ગ પરથી એક નવયૌવના, પોતાની ચોકલેટ રંગની મોટર ઝડપભેર દોડવ્યે જાય છે, એની ઝડપ વેગીલી છે. ક્યારેક પોલિસ એને અટકાવે છે, છતાં પણ બેપરવાઈથી એ આગળ ચાલી જાય છે. ક્યારેક એ મોટર થોભાવે છે ત્યારે પરેશાન બનેલા પોલિસ એની સમિપ આવે છે: જાણે ડરતો ડરતો; અને પૂછે છે :

‘આ માર્ગ પર મોટર કેટલી સ્પીડથી ચલાવવી એ આપ નથી જાણતાં?’

‘સ્પીડ !’ લક્ષ્મી હસે છે અને કહે છે, ‘ઝડપને તે વળી બંધન હોય ખરાં ?’

‘પણ અમારી મુશ્કેલીનો તો ખ્યાલ કરો?’

એને એ શબ્દો સાંભળવાની જાણે ચિંતા જ ન હોય એમ એની મોટર સડસડાટ ચાલી જાય છે. પાછળ અનિમેષ નેત્રે મોટરને જોઈ રહેલા પોલિસ બબડે છે, ‘કેવી બેદરકાર ?’

લક્ષ્મી: જાણે સાક્ષાત લક્ષ્મીનો જ અવતારઃ એના પિતા મદ્રાસના જાણીતા બેરીસ્ટર હતા. ધીકતી કમાણી, એથીય ધીકતી પ્રતિષ્ઠા અને વૈભવ; લક્ષ્મી એ વૈભવમાં ઉછળી હતી, પણ લક્ષ્મીની ઉજ્જ્વળ અને યશસ્વી કારકીર્દિ નિહાળવાને તેઓ