પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૧
ડૉ. લક્ષ્મી સ્વામીનાથન
 

‘તને વિમાની પ્રવાસનો શોખ ખરો કે ?’ એકદા એ યુવાને લક્ષ્મીને પૂછ્યું,

‘પ્રવાસનો શાખ તો ખરો જ!’ તેણે ગર્વથી જવાબ દીધો.

‘મારું નિમંત્રણ છે, ઉડ્ડયન માટેનું ! તૈયાર રહેજે કાલ સવારે જ ઉડવાનું છે.’ વિમાનીએ નિમંત્રણ દીધું.

ને લક્ષ્મી તો તૈયાર જ હતી.

પહેલી જ વાર એણે વિમાનનો પ્રવાસ ખેડ્યો. એના આનંદનો પાર ન હતો, એની કુતૂહલતાનો પાર નહતો.

ત્યાર પછી તો લક્ષ્મીને એણે ખૂબ વિમાની પ્રવાસો ખેડાવ્યા અને ધીમેધીમે લક્ષ્મીના હૈયામાં એ યુવાન પ્રત્યેના પ્રણય અંકૂરો ફૂટતા ગયા.

લક્ષ્મીએ તેને પોતાના પતિપદે સ્થાપ્યો. સિવિલ કાયદા મુજબ બંને લગ્નગ્રંથીથી ગૂંથાયાં. ત્યારે કાંઈકાંI કલ્પનામાં રમતા યુવાનોમાં ભારે આશ્ચય પેદા થયુ. લક્ષ્મીની માતાને મન એ પ્રશ્ન આશ્ચર્યનો ન હતો, પણ લક્ષ્મી કયા પુરુષનો સ્વીકાર કરશે એ વિશે જે અટકળો થઈ રહી હતી તે ખોટી પડી. એના પતિનું નામ નજ્જુ નંદીરાવ !

પણ અત્યારસુધી જેણે નિષ્ફળતાને જીવનમાં કદિય પહેચાની નથી એવી લક્ષ્મીને પહેલી જ વાર નિષ્ફળતા મળી. જીવનની ભવ્ય કલ્પનાની પાંખે ઉડ્ડયન કરતાં આ યુગલને લગ્નજીવનનો આનંદ વધુ સમય માટે મળી શક્યો નહિ. થોડાક સમય પછી