પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૫
શ્રી. એસ. એ. આયર
 

વર્ષો વિતાવીને, ૧૯૧૮માં તેમણે પોતાની માતૃભૂમિની વિદાય લીધી અને જીવનવાટે ડગ દીધા.

મુંબાઇ આવીને તેમણે જીવનની શરૂઆત કરી. રખડપટ્ટી પછી એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં મામુલી નોકરી મળી ગઈ, પણ એ નોકરી એમને લાંબો વખત અનુકૂળ ન રહી અને ત્યાંથી તેમણે એસોસીએટેડ પ્રેસ ઓફ ઇન્ડિયાની ઓફિસમાં કૂદકો માર્યો.

હિંદનાં અખબારોને, હિંદભરના સમાચારો પૂરા પાડનારી એ સંસ્થા છે. દેશના અગત્યના ભાગમાં તેના પ્રતિનિધિઓ પથરાયેલા છે. અહીં શ્રી. આયરને સમાચારો વિશેનું જ્ઞાન મળ્યું. સમાચારોની મહત્તા, એની તુલના માટેની કાબેલિયત એમણે બતાવી અને ત્યાંથી પરદેશો અંગેના સમાચારો પૂરા પાડતી સમાચાર સંસ્થા ‘રૂટર’ વિભાગમાં સ્થાન મળ્યું. અહીં તેઓની દૃષ્ટિ સમક્ષ વિશાળ દુનિયા પથરાએલી હતી. દુનિયાના રાજકારણ, એના આંતરપ્રવાહો, એની રમતોથી તેઓ રોજ રોજ પરિચિત થવા લાગ્યા. ‘રૂટર’માં જોડાયા પછી તેમની શક્તિનો ઝડપી વિકાસ થયો અને એસોસીએટેડ પ્રેસના સમાચાર તંત્રી ‘News Editor’ના જવાબદારીભર્યા સ્થાન માટે તેમની પસંદગી થઇ. તેમની કાબેલિયતથી ખૂશ થયેલા એ સંસ્થાના વ્યવસ્થાપકોએ શ્રી. આયરને વધુ ને વધુ તકો આપવા માંડી, તેમને સંસ્થાએ લંડન મોકલ્યા. લંડનની તેમની સફ્ળ કારકીર્દિએ તેમના ઉત્કર્ષનો માર્ગ ખુલ્લો કર્યો; પ્રથમ હરોળના અગ્રણી સમાચાર મેળવનારાઓમાં તેમનું સ્થાન નિશ્ચિત થઈ ચૂક્યું હતું.

૧૯૪૦માં વિશ્વયુદ્ધનો દવ લાગ્યો. હિટલરે કેસરિયાં કર્યાં અને એક પછી એક દેશો પર નાઝી ફરફતો થયો. યુદ્ધ અંગેના સમાચારો પણ યુદ્ધના જેટલા જ મહત્ત્વના હતા, અને એ મહત્ત્વના સમાચારો મેળવવા માટે મેદાન પર દોડી જનારા