પૃષ્ઠ:Netaji Na Sathidaro.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪
નેતાજીના સાથીદારો
 

જેમ નેતાજીનો હેતુ શુદ્ધ હતો, પ્રમાણિક હતો, તેમ આઝાદ સરકારનો પ્રચાર પણ શુદ્ધ હતો, પ્રામાણિક હતો.

એ પ્રચાર ખાતાના વડા હતા. શ્રી. એસ. એ. આયર; નેતાજીની આાઝાદ હિંદ સરકારમાં તેઓ પ્રચારમંત્રીનું માનનીય સ્થાન ધરાવતા હતા.

૪૭ વર્ષનો ઊંચો, પાતળો, બ્રાહ્મણ, આઝાદ હિંદ ફોજના ત્રણ સેનાપતિઓ કર્નલ શાહનવાઝ, કર્નલ સહગલ અને કર્નલ ધીલોન સામે મૂકાયેલા ગંભીર આરોપોનો મુકદ્દમો ચલાવવા દિલ્હીના લાલ કિલ્લામાં બેઠેલી લશ્કરી અદાલત સમક્ષ બચાવપક્ષના સાક્ષી તરીકે ઊભો થાય છે અને એ અદાલત સમક્ષ બુલંદ અવાજે કહે છે: ‘ના, આઝાદ હિંદ સરકાર એ જાપાનના હાથમાં રમતું કોઈ રમકડું ન હતી. આઝાદ હિંદ ફોજ જાપાનના મનસુબાની સિદ્ધિ અર્થે ઊભી થઈ ન હતી. એ તો સંપૂર્ણ રીતે સ્વયંસેવકોનું દળ હતી.’

આઝાદ ફોજ અને આઝાદ હિંદ સરકારને, જાપાન પક્ષીય ગણીને જગત સમક્ષ બદનામ કરવા માટે જે વ્યવસ્થિત પ્રચાર ચાલ્યો હતો. જેને માટે જંગી ખર્ચ કરવામાં આવ્યો હતો, એ પ્રચાર પૂરવાર કરવાને એકમાત્ર સાક્ષી તરીકે શ્રી. આયરની પસંદગી કરવામાં આવી હતી, પણ શ્રી. આયરની જુબાનીએ સરકાર પક્ષને મૂંઝવણમાં મૂકી દીધો.

શ્રી. આયર એક પત્રકાર છે. જીવનની શરૂઆત એણે પત્રકાર તરીકે જ કરી હતી. તેઓ નાતે તીનીવેલી બ્રાહ્મણ છે.

માત્ર ઉંચી પદવીઓ જ ધારણ કરનારાઓ જગતને ચકિત કરનારાં સાહસો કરી શકે છે, એવી માન્યતાને શ્રી. આયર પોતાની યશસ્વી કારકીર્દિથી જૂઠી પાડે છે. શ્રી. આયરનો અભ્યાસ માત્ર મેટ્રિક સુધીનો છે; નાનકડા ગામમાં જ અભ્યાસકાળ દરમિયાનનાં