આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬
વન
ઉગ્યો સૂરજ જો ! લીલૂડા વનમાં રે,
ઉગ્યો ઉગ્યો સરવર ગિરિવરને તટે.
જાગ્યાં ઘોર ઘટામાંનાં પંખેરૂ રે,
જાગ્યાં જાગ્યાં મેના પોપટ મોરલા.
ધણ લઇ ચાલ્યા વનમાં બાલ ગોવાળો રે,
ગયો જઇ ચારશે રે આઘી સીમમાં.
ઘાડાં જામ્યાં જાંબૂડાનાં ઝાડો રે,
ત્હેને શીળે ધણ વેરાતું ઢળી જશે.
દૂર સરવર ભરતા ઝરણાનાં જેવો રે
ગીતડાં ગાતઆં નાદ રાયકો રેલશે.
આંબાની મંજરીઓ ખાતી કોયલ રે
વસન્તની વાંસલડી સરિખી બોલશે.