પૃષ્ઠ:Nhana Nhana Ras 1922.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

- મા છોડીશ તું આજે ઠરી વેણુ રે,
પ્રભુનાં ગીત વનવનથી વહી ત્હને વધાવશે.

****



વૈશાખે વંટોળ ઉન્હાધખ વાશે રે,
ધૂળનાં વાદળ રચશે વનના વાયરા.

બળતા કિરણોના વરસાદ વરસશે રે,
બળશે ધરતી, બળશે પ્રાણી, પાંદડાં.

વિયોગ શો કંઇ ધોમ ધખે આકાશે રે,
સૂકવશે સૃષ્ટિ, રસ આંબે સીંચશે.

ચીલામાં ચળકન્તા મરવા વીણી રે
છાંયે બેઠા રાયકો ભાત આરોગશે.

ઉડતાં પંખી ડાળે ભેળાં થાશે રે,
વિસામે વિરમશે જગના પન્થીઓ.

કડવી લીમડિયોની મીઠી છાયા રે
થાકેલા ગોવાળનો થાક ઉતારશે.

કિલકિલ કરતાં છાલપડાં પંખેરૂ રે.
વ્હાલા ગોવાળ હાલરડે ઉંઘાડશે.

લીલમછમ પલ્લવમાં ઠરતો વાયુ રે
થાકેલા ગોવાળનો થાક ઉતારશે