લખાણ પર જાઓ

પૃષ્ઠ:Nhana Nhana Ras 1922.pdf/૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ફળફૂલથી લળતી ને નમતી ડાળો રે
પોઢ્યા ગોવાળ ફૂલપાંડડીએ વધાવશે.

—સંકોરી લે પાલવ ત્હારો ઉડતો રે,
વસન્તના પાલવની લિઝ્ઝત જો ! ઘડી.

****



નમતો પ્હોર થશે ને સૂરજ નમશે રે,
વાદળિયા સરવરમાં લહરો આવશે.

તટના છાસ મંહી મધમાંખ ગણગણશે રે,
પાળોને શણગારશે બગની વેલડી.

તરુવર કરતાં વધશે ત્હેમની છાયા રે
પશુ પંખી પણ લાગશે મદભર ડોલવા.

પોઢ્યા રાયકા આળસ મરડી ઉઠશે રે,
ઉઠીને વગાડશે ચતરંગ વાંસળી.

આઘી આઘી ખોમાં ચરતી ગાયો રે
વાંસલડી સુણી ઊભશે, ને વળી આવશે.

જળ જળ નિર્મળ કમળો છુંદતી ભેંશો રે
વાંસલડી સુણશે ને જલને છાંડશે.

—જો ! જો ! ઘેરા ભવયમુનાતટ રમતા રે
અનહદ રે વગાડે ગોવિન્દ વાંસળી.