પૃષ્ઠ:Nhana Nhana Ras 1922.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સુણ, સ્હમજ, આચર તે ગીતના ભેદો રે,
પશુથી એ પામર શું આપણ માનવી ?

****



સ્હાંજ પડી, આ તડકા કુમળા થાય રે,
સૂરજ પણ ધરતીના ઉરમાં ઢળી પડે.

ક્ય્હાં છે ધણ? એ ક્ય્હાં છે બાલ ગોવાળ રે ?
ક્ય્હાં છે વાંસલડી એ વનવન વીંધતી ?

માત્ર સરોવર જલમાં રમતા ભાળું રે
દોડતી વાદળીઓનાં ભૂખરાં લહેરિયાં.

—આછા ઘૂંઘટ ઉઘાડ, વદન વિકસાવ રે,
વાદળીઓને વેર, પ્રગટ મુખચન્દની.

પ્રિયતમપ્રિય જોઈ લોકડિયાં લજ્જાશે રે,
વસન્ત તો પાંખડીએ પ્રેમ વધાવશે.

ધન્ય નયન ! શું હાસ્ય વિરલ હુ પામ્યો રે !
આશીર્વાદ હૃદયમાં ઉભરાતા ઝીલ્યા.

ભાલકમલસૌભાગ્યસુધા મ્હેં પીધી રે,
ધણમાં નવ એ દૂધડિયાં લાધ્યાં મ્હને.