પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬, પેલે પાર





હો ! મ્હારે જાવું પેલે પાર,
હવે માછીડા ! હોડી હંકાર
મ્હારે જાવું પેલે પાર.

જમણે કાંઠે મથુરા નગરી,
ડાબે ગેાકુળ ગામ.
આ આરે મ્હારી દેહ ઉભી છે,
ત્ય્હા છે આતમરામ
મ્હારે જાવું પેલે પાર.

આભનો સાગર જળજળ ભરિયો,
મંહી સૂરજ ને સોમ,
આ આરે છે ધરતીની ભેખડ,
ત્ય્હા છે ચેતનભેામ.
મ્હારે જાવું પેલે પાર.