પૃષ્ઠ:Nhana Nhana Ras Part-3.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૬૨


૩૧, હું ભૂલી પડી





આ કમળેાની કુંજમા હું ભૂલી પડી
ભૂલી પડી, રે' હું ભૂલી પડી,
આ કમળોની કુંજમાં હું ભૂલી પડી.

વડલો જટા ઢાળી જળમાં ઢળ્યો શું ?
સંસારજાળીઓ શી જાળીઓ વડી;
આ કમળોની કુંજમા હું ભૂલી પડી.

ઉડતો પરાગ જગ ભરતો મનોહર;
નજરો ન ઝાંખી એહ ભાગ્યની ઝડી;
આ કમળોની કુંજમાં હું ભૂલી પડી.

ઉપર આભ, ને નીચે નીર પાથર્યાં;
સારા સૂનકારને શોધે આંખડી.
આ કમળોની કુંજમાં હું ભૂલી પડી.

શેાધું છું આત્માની આરઝૂ અનન્તમાં;
આયુષ્ય આપું, આપો એહ જો ઘડી;
આ કમળેાની કુંજમાં હું ભૂલી પડી.