પૃષ્ઠ:Nhana nhana Ras Part 2.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભાગ બીજો
૨૩
 


આયુષનાં પર્વ

આજ આયુષ્‌નાં પર્વ,
આજ આયુષ્‌નાં પર્વ,
હૈયાં વરસે છે હૃદયદેવનાં.

આજ આત્માનાં પર્વ,
આજ આત્માનાં પર્વ,
આત્મા વરસે છે આત્મદેવના.

વરસે જલધાર, ને તરુવર વરસે ફૂલ;
રવિ વરસે કિરણાવલિ:
અમે વરસીએ આત્મ અમૂલ:

હો સુહાગિયાં ! આજે ઉત્સવ આત્મસંઘનો.
આજ આત્માનાં પર્વ,
આજ આત્માનાં પર્વ,
આત્મા વરસે છે આત્મદેવના.