પૃષ્ઠ:Nhana nhana Ras Part 2.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભાગ બીજો
૪૭
 


પુનમની પગલીઓ

સખિ ! જોને ગગનને ગોખ રે પુનમની પાંખડીઓ,
કાંઈ નગર-નગરને ચોક પુનમની પાંખડીઓ;
સખિ ! સરોવરે પોયણાંને ભાલ રે પુનમની પાંખડીઓ,
કાંઈ તોરણે બાંધી ત્રિલોક પુનમની પાંખડીઓ.

અહો ! અમુલખ અવસર આજ રે પુનમના પડછન્દા,
સુણ સજનિ ! આ ચન્દનીને છોળ પુનમના પડછન્દા;
ત્‍હારી ઉડન્તી આંખડીને ભાવ રે પુનમના પડછન્દા,
ત્‍હારા અંગઅંગ કેરે હિન્ડોળ પુનમના પડછન્દા.

આ સરિતાની લહેરે લહેરે રે પુનમની પાંખડીઓ,
કાંઈ સુન્દરી-સુન્દરીને દેહ પુનમની પાંખડીઓ,
વેરે પગલીએ-પગલીએ પ્રાણ રે પુનમની પાંખડીઓ,
કાંઇ નયણેથી નીતરતે નેહ પુનમની પાંખડીઓ.