પૃષ્ઠ:Nhana nhana Ras Part 2.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભાગ બીજો
૪૮
 

અને સહિયર સમાણી ! ત્‍હારે રાસ રે પુનમના પડછન્દા,
ત્‍હારે તાળી-તાળીને મદશોર પુનમના પડછન્દા,
ત્‍હારા સૌભાગ્યકંકણે હસન્ત રે પુનમના પડછન્દા,
ત્‍હારા હૈયાને ટહુકતે મોર પુનમના પડછન્દા.

મ્હારા પિયુજીના હાસને પુંજ રે પુનમની પાંખડીઓ,
મ્હારા નાથની કીકીને કુંજ પુનમની પાંખડીઓ;
મ્હારાં બાલકડાંને કલબોલ રે પુનમના પડછન્દા,
મ્હારા સારા સંસારને કલ્લોલ પુનમના પડછન્દા.