પૃષ્ઠ:Nhana nhana Ras Part 2.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભાગ બીજો
૫૧
 


પ્રીતિના પ્રાહુણા

મેઘ બોલે ને મોરલા ડોલે છે ;
ઉરે સ્મરણોનાં સોણલાં બોલે છે :
મેઘ બોલે ને મોરલા ડોલે છે.

વીજ ચમકે ને આંખડી ચમકે છે ;
મંહી ઘમ્મર વ્હલોણાં ઘમકે છે :
મેઘ બોલે ને મોરલા ડોલે છે.

ચાપ ચ્હડિયાં મહેન્દ્રનાં મેઘલિયે ;
બાણ વાગ્યાં એ કોકને કુંજગલીએ :
મેઘ બોલે ને મોરલા ડોલે છે.

આભ ગાજે ને ગેબનાં ઘોર લાવે ;
કાંઈ આઘેના સન્દેશા સંભળાવે :
મેઘ બોલે ને મોરલા ડોલે છે.