પૃષ્ઠ:Nhana nhana Ras Part 2.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨
ન્હાના ન્હાના રાસ
 


આજ પુનમચન્દ ઘન ઘોરાણો ;
મ્હારા મનનો મયંક નથી ઝંખવાણો :
મેઘ બોલે ને મોરલા ડોલે છે.

આ ઝડીઓ પડે, જગ લે લ્હાવો ;
મ્હારી પ્રીતિના પ્રાહુણા ! ઘેર આવો :
મેઘ બોલે ને મોરલા ડોલે છે.