પૃષ્ઠ:Nhana nhana Ras Part 2.pdf/૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભાગ બીજો
૬૧
 


મળિયા મુજને નાથ

મેહુલો ગાજે ગોરંભતો રે,
કાંઇ કાજળકાળી રાત ;
ઝબકે ઝીણી વીજલડી રે,
કાંઈ કરતી મેઘ શું વાત.
દીવડો છાયો પાલવડે રે,
હું તો ચાલી જગને ચોક ;
સહિયર ! એ રે દિવડિયે રે
મ્હેં તો શોધ્યા ચૌદેય લોક

સાગર ગાજે ગોરંભતો રે,
કાંઈ મધદરિયે મધરાત ;
લહરે ઘેરાં લ્હેરખડાં રે,
કાંઈ ઉછળે નીર રતનાળ.
રતને મોહ્યાં છે મનડાં રે,
હું તો ચાલી જળને વંન ;
સહિયર ! સાગરને માંડવે રે
મ્હારાં ચ્હડ્યાં વમળમાં મંન.