પૃષ્ઠ:Nhana nhana Ras Part 2.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪
ન્હાના ન્હાના રાસ
 

મદે ઢળી ચાલમાં, સોહાગભર્યા ભાલમાં,
કામિનીની કવિતા ઝૂકેલી :
સાહેલડી રાસે રમે રે.

આત્માની પ્રેમજ્યોતે દેહે કીધા દીવડા ,
દીપે દીપે દુનિયાં દાઝેલી :
સાહેલડી રાસે રમે રે.

મેદની ભૂલાવી, મહામાયા સ્મરાવતી,
ફૂદડી ફરે છે અલબેલી :
સાહેલડી રાસે રમે રે.

રાસે રમે રંગઘેલી,
સાહેલડી રાસે રમે રે.