પૃષ્ઠ:Nhana nhana Ras Part 2.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભાગ બીજો
૬૩
 


રંગધેલી

રાસે રમે રંગઘેલી,
સાહેલડી રાસે રમે રે. ધ્રુવ.

અબિલગુલાલના સાથિયા રે પૂર્યા :
વિશ્વ ભરી છોળ એ ઉડેલી :
સાહેલડી રાસે રમે રે.

ચોળીમાં મોરલા ને ચુન્દડીમાં ચાતકો ;
અંગ‌અંગ ફૂલડે ફૂલેલી :
સાહેલડી રાસે રમે રે.

આંખોમાં ઉગિયા આશાના ચન્દ્રમા ;
મુખડે શી મોહિની ચ્હડેલી !
સાહેલડી રાસે રમે રે.

ભૃકુટિ નમેલી, કંઠકળી યે નમેલી ;
નમણી નમેલી દેહવલી :
સાહેલડી રાસે રમે રે.