પૃષ્ઠ:Nhana nhana Ras Part 2.pdf/૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
ન્હાના ન્હાના રાસ
 

,

ભાગ બીજો
૭૨
 


વસન્તની વસન્તિકા

આજ પૃથ્વીને નવપાંખડીઓ પ્રગટી જો !
પાંખડીએ-પાંખડીએ પૃથ્વીનાં પુણ્યો ઉગે.
આજ વાદળનાં દેવબારણિયાં ઉઘડ્યાં જો !
વાદળથી વરસે હો ! વસન્તની વસન્તિકા.

દિવસે અર્ચી કેસરચન્દનની અર્ચા જો !
રજનીને ભાગ્યે કંઈ નિર્મલ ચાંદલો.
રંગરસિયાંના જાગ્યા મનના કોડ જો !
સોહાગણ આવી હો ! વસન્તની વસન્તિકા.

વસુન્ધરાના વસુઓ વન ઉભરાયા જો !
ગન્ધવતીના ગન્ધ જગત પમરી ઉઠ્યા.
હેલે ચ્હડ્યાં હૈયાનાં રસસરવરિયાં જો !
રસલહરે લહરે હો ! વસન્તની વસન્તિકા.