પૃષ્ઠ:Nhana nhana Ras Part 2.pdf/૭૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
ન્હાના ન્હાના રાસ
 


વસન્તને વધામણે

હો ! લીમડા મ્હોર્યા વસન્તની વાટમાં રે ;
કે પાંગર્યા સંસારિયાના પન્થ જો !
કે કડવા ને મીઠડા એ લ્હાવા લીજીયે રે ;
કે પ્રારબ્ધ લખશે કોડામણો કન્થ જો !
હો સહિયરો ! ચાલો વસન્તને વધામણે રે.

હો ! કેસુડાં મ્હોર્યાં વસન્તનાં ચોકમાં રે ;
કે ઉરના ઉત્સવ એળે ન જાય જો !
કે ચન્દનીની લહરો જગતમાં હેલે ચ્હડી રે ;
કે નયનોનાં નાવડાં ઝોલાં ખાય જો !
હો સહિયરો ! ચાલો વસન્તને વધામણે રે.

હો ! આંબલા મ્હોર્યા વસન્તના આભમાં રે ;
કે અન્તરિક્ષ હીંચકે રસના મ્હોર જો !
કે હળવે હીંચે એવા ઉરઆભમાં રે
કે પ્રીતમ પ્રગટી પ્રેમને દોર જો
હો સહિયરો ! ચાલો વસન્તને વધામણે રે.