પૃષ્ઠ:Nhana nhana Ras Part 2.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
ભાગ બીજો
૭૫
 


હો ! રંગરંગ પૂર્યા વસન્તને આંગણે રે ;
કે અંગઅંગ છંટાયા આનન્દ જો !
કે છાંટણે છાંટિયા ચરણા ને ચોરસા રે ;
કે છાંટ્યા હૈયાના પણ ચન્દ જો !
હો સહિયરો ! ચાલો વસન્તને વધામણે રે.

હો ! ફૂલડાં ફોર્યાં વસન્તની વાડીએ રે ;
કે ફૂલી તનમનની ફૂલવાડી જો !
કે સહિયરોનાં વદનકમળ પણ ફૂલિયાં રે ;
કે ફૂલડાં શી ફૂલું હું દ્‍હાડી દ્‍હાડી જો !
હો સહિયરો ! ચાલો વસન્તને વધામણે રે.