પૃષ્ઠ:Nhana nhana Ras Part 2.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૬
ન્હાના ન્હાના રાસ
 


સખિ ! જોને ગગનના ગોખમાં રે;
જોને-જોને જગતનાં ચોકમાં રે;
ઝીલે સંસારિયા ને સન્ત રે,
શરદનાં
આ-આવ્યાં આજ્વાળિયાં રે.

જાણે અમૃત ઝરતાં અમરનાં રે;
જાણે હાસ્ય ઢળ્યાં પરિબ્રહ્મનાં રે;
રમે દિલદિલમાં ત્હો ય દૂર રે,
શરદનાં
આ-આવ્યાં આજ્વાળિયાં રે.

સખિ ! શરદની રાત સોહામણી રે;
મ્હારા હૈયાની વેલી લજામણી રે,
એને અડશો મા, ભીડશે ઉર રે,
શરદનાં
આ-આવ્યાં આજ્વાળિયાં રે.