પૃષ્ઠ:Niharika.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છેજિગર ખાલી

૦ ગજલ ૦

લય કયા કમાન અબ્રને એક તીર નઝાર મારા

નયનથી દૂર બની !
ખાલી જિગર હાં… ખાલી !
ઊંડે ઊતરું હું કો ઊંડાણે
ર હો કો… ઝા લી ! —નયનથી.

જોઉં સહુ સ્થાનમાં
ઇશાર અલબેલ તારો… !
લઉં હું ચૂમી ત્યાં તો
જાય પ્રિયે ચા…લી ! —નયનથી.

સૂણું તુજ બોલના
ભણકાર મધુર ધીર ધીમા.
ભટકું દિન રેન – મારુ
જગત બધું ઠાલી… ! —નયનથી.

પ્રિય મુખ ક્યાં છુપાયું ?
આંખમાંહી ? હેય શોધું ?
પડ્યો પડદો કો નાખો
મો ત નો ઉ છા ળી…! —નયનથી.

જિગર ખાલી : ૧૦૫