પૃષ્ઠ:Niharika.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


રુદને ડૂબતા મુજ જિગરને
તુજ નામ વિના ન કશુ જડતું.
 
કહે, આત્મન તપ્ત, અતૃપ્ત શરીર
ક્યહાં ડૂબકી દઈ શીત બને ?
સખી ! બારી થકી જો જરાક જુઓ,
તુજ અમૃત – આંખમહીં વિરમે !

૧૧૦ : નિહારિકા