પૃષ્ઠ:Niharika.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


જુલ્મે ઝીલેલી સઘળી સલામો
મહીં કટારો છૂપતી સદાય.

નિર્માલ્ય તેજહીન નિર્બળતા ભરેલી
કંકાસ કલશ મહીં માણી રહેલ મોજ,
સામે મુખે મરી શકે ન કદી પ્રજા જે
તેને લલાટ ચીતરી પરતન્ત્રતા હા !અહો માનવી માનવીને ય કાપે,
રચી રાજ્યને લોહી સ્વસ્તિક જાપે,
ચીરી બંધુની છાતી રાતા રુધિરે
લલાટે કર્યો ચાંદલો શુરવીરે !

સત્તા ભલે બાંધતી કીર્તિ મંદિરો,
પ્રજા ભલે કબ્ર સમાધિ બાંધતી,
શાહી કવીન્દ્રો વીરકાવ્ય છે રચે,
આંસુ ભલે રેડતી હિન્દની કલા.

સત્તા વિરોધી સહુએ શહીદો
પ્રતિનિધિ પામરતા તણા એ–
મૃત્યુ ઝીલ્યા દેહ રહિત ઓળા
ફર્યા કરે છે હજી બાગ માંહે.

ફિલસૂફ, રાજા, વીર, જાલિમોને, સમાજશાસ્ત્રી વળી સેવકોને,
યાત્રી, પરાધીન, ધનિક સૌને
પુકારતા એ પડછાય પ્રશ્ન :

૧૬૬ : નિહારિકા