પૃષ્ઠ:Niharika.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

શું કરું ?


૦ છંદ હરિગીત o

બુલબુલ ઊડ્યું ગુલઝારથી
ગુલ ગુલ બધાં ધરણી ઢળ્યાં;
ગુલશન પડી મારી સૂની,
એ ગુલશને જઈ શું કરું?

આંબે ન આવ્યો મો’ર, ટહુકી
કો કિ લા સ વા ર માં,
અભ્રે રવિ ઉગતાં જ છાયો !
શું કરું હું વસંતને ?

નવ સમીર મૃદુ શીળો વહે,
ઊઠે ન ઊર્મિ સર મહીં,
મુજ હૃદય પણ જડ બની રહે;
સરવરતીરે જઈ શું કરું?

વહાલાં તણાં હૈયાં ન ઊછળે.
પ્રેમ નવ નયને વસે,
પણ એકલા મુખથી હસે,
એ વ્હાલ લઈ હું શું કરું ?
 
ફિક્કી બની એ ચંદ્રિકા,
બેતાલ મુજ સંગીત બન્યું,

શું કરું ? : ૩૯