પૃષ્ઠ:Niharika.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તંદ્રા ભરી મુજ નયનમાં,
જાગરણ મહીં હું શું કરું ?

ફલ કેવડે કંટક છૂપ્યા,
ચાદર બની અશ્રુભીની,
તકિયે ઊઠે પડઘા રુદનના,
શું કરું હું બિછાતને ?

ગાજે ન પ્રભુનાં ગાન,
મન ગળી જાય પ્રભુતામાં નહીં;
હૃદયે વિકાર જડ્યા રહે, તો
મંદિરે જઈ શું કરું ?
 
દિલમાં પડ્યા કારી જખમ,
મરહમ નથી ઘા રુઝવવા,
હૈયા મહીં કળ નથી વળી;
રોયા વિના બીજું શું કરું ?
 
જાગે ભૂતાવળ કબ્રથી,
સંસાર શયતાને ગ્રહ્યો,
નવ શાન્તિ જીવનમૃત્યુમાં,
આ જિન્દગાની શું કરું ?

૪૦ : નિહારિકા