પૃષ્ઠ:Nitya Manan.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

ईश्वरकी कृपा ईश्वरका काम करनेसे आती है । तुमको ईश्वरका काम करना है । कभी चरखा चलाता है ? चरखा चलाना सबसे बड़ा यज्ञ है। रोते रोते भी चरखा चलाओ ।

१५-१०-’४४
 

ઈશ્વરનું કામ બજાવીએ તો તેની કૃપા મળે. તેથી તારે ઈશ્વરનું કામ કરવું. કોઈ વાર રેંટિયો ચલાવે છે ? રેંટિયો ચલાવવા એ સૌથી મોટો યજ્ઞ છે. રોતો રોતો પણ તું રેંટિયો ચલાવ.

૧૫–૧૦-’૪૪
 

शांतिमें, सुखमें तो सब कुछ होता है । चरखा दुःखीका, भूखोंका, सहारा है । दुःखमें तो छूटना ही नहीं चाहिये ।

१६-१०-’४४
 

શાંતિમાં ને સુખમાં તો બધું થાય. રેંટિયો દુખિયાં ને ભૂખ્યાનો આધાર છે. એટલે દુ:ખમાં તો એને છોડવાનો હોય જ નહીં.

૧૬–૧૦–’૪૪