પૃષ્ઠ:Nitya Manan.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

कोई शुभ निश्चय भी मनुष्य भले न करे, लेकिन विचारपूर्वक करे तो उसे कभी न छोड़े ।

१४-२-’४५
 

માણસ ભલે કોઈ શુભ નિશ્ચય પણ ન કરે, પણ વિચારપૂર્વક કરે તો તે કદી ન છોડે.

૧૪-૨-’૪૫
 

आदमीकी अपनेको धोखा देनेकी शक्ति इतनी है कि वह दूसरोंको धोखा देनेकी शक्तिसे बहुत अधिक है । इस बातका प्रत्यक्ष प्रमाण हरेक समझदार आदमी है ।

१५-२-’४५
 

માણસમાં બીજાને છેતરવાની શક્તિ કરતાં પોતાને છેતરવાની શક્તિ ઘણી વધારે છે. દરેક સમજુ માણસ આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ છે.

૧૫-૨-’૪૫
 
૫૦