આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
जो गुस्सा स्वजन पर होता है उसे रोकनेमें जय है । परजन पर गु़स्सा रोकनेके लिए हम मजबूर हो जाते हैं । उसमें जय कैसे ?
१६-२-’४५
સ્વજન પર ગુસ્સો ચડે તે રોકવામાં જય છે. પારકા પર આવતો ગુસ્સો તો આપણે લાચારીથી રોકીએ છીએ. તેમાં જય શાનો ?
૧૬-૨-’૪૫
जीना मानी मौज करना — खाना, पीना, कूदना — नहीं, लेकिन ईश्वरकी स्तुति करना अर्थात् मानव-जातिकी सच्ची सेवा करना ।
१७-२-’४५
જીવવું એટલે મોજ કરવી — ખાવું, પીવું, કૂદવું — નહીં, પણ ઈશ્વરની સ્તુતિ કરવી અર્થાત્ માનવજાતિની સાચી સેવા કરવી.
૧૭-૨-’૪૫
૫૧