પૃષ્ઠ:Nitya Manan.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

क़िस्मत पर न सब छोड़ें, न पुरुषार्थका फांका करें । क़िस्मत चलती रहेगी । हम देखें कहाँ दखल दे सकते हैं, देना फ़र्ज होता है, परिणाम कुछ भी हो |

१७-३-’४५
 

બધું ભાગ્ય પર ન છોડી દઈએ અને પુરુષાર્થનો ફાંકો પણ ન રાખીએ. ભાગ્ય ચાલ્યાં કરશે. આપણે જોવાનું એ છે કે તેને આપણે કેટલું વાળી શકીએ છીએ. એમ કરવાની આપણી ફરજ છે, પરિણામ ભલે ગમે તે આવે.

૧૭-૩-’૪૫
 

दुःखद बात तो यह है कि हम जानते हैं क्या करना, लेकिन उसे हम कर नहीं पाते । इसका उत्तर हरेक मनुष्य अपने लिए दे ।

१८-३-’४५
 

દુઃખદ વસ્તુ તો એ છે કે શું કરવું તે જાણવા છતાં આપણે તે કરી શકતા નથી. આનો ઉત્તર દરેક પોતપોતાની મેળે આપે.

૧૮-૩-’૪૫
 
૬૬