પૃષ્ઠ:Nitya Manan.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

अगर हम बाहरके मानसिक वायुमंडलके असर नीचे आवें, तो हमारा नाश ही है। चीमूरवाले कै़दियोंके बारेमें प्रतिदिन वायुमंडल बदलता ही रहता है । हम कर्तव्य-पालन करें और अनासक्त रहें |

५-४-’४५
 

આપણા પર બહારના માનસિક વાતાવરણની અસર થઈ તો આપણો નાશ જ છે. ચીમૂરવાળા કેદીઓની બાબતમાં વાતાવરણ રોજ બદલાતું રહે છે. આપણે કર્તવ્યપાલન કરીએ અને અનાસક્ત રહીએ.

૫-૪-’૪૫
 

सीधी बातको भी मनुष्य टेड़ी समझे, उसे सहन करने में कितनी भारी अहिंसा चाहिये ।

६-४-’४५
 

સીધી વાતને પણ જે માણસ આડી સમજે, તેને સહન કરવામાં કેટલી ભારે અહિંસા જોઈએ !

૬-૪-’૪૫
 
૭૬