પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૫


દાબી હઈડા સરીસો બાળ, બન્યો શીત અંગે રે,
માગતી દીન હું દ્વાર દ્વાર, વ્હીલી સુખભંગે રે. ૩૦

‘કોઈ આપશો તોલો રાઈ, કાળી,–હું વિનવું રે,
આણી હૃદય દયા ઓ ભાઈ !—કરમ્યું ફૂલ ખીલવું રે; ૩૧

અને હૂતી જે’ને જે’ને ઘેર, સર્વેએ આપી રે;
રંકજન પર રંકની મ્હેર નિરંતર વ્યાપી રે. ૩૨

પણ પૂછ્યું મ્હેં જેણી વાર — ‘કદી આ ઘરમાં રે
ભાઈ ! કોઈ મૂઉં ? નર, નાર, કે બાળચાકરમાં રે ?’ ૩૩

મળ્યો ઉત્તર તરત આ — ‘બ્હેન ! શી વાત આ પૂછે રે ?’
ઘણાં વહ્યાં મરણને વ્હેણ, રહ્યાં અલ્પ પૂંઠે રે.’ ૩૪

ભરી શોકે દઈ આભાર દઈ રાઈ પાછી રે
ચાલી આગળ બીજે દ્વાર, વિનંતિ યાચી રે. ૩૫

પણ ત્ય્હાં પણ ઉત્તર મળિયો;— ‘રહી આ રાઈ રે,
પણ દાસ હમારો પડિયો મરણમાં બાઈ રે.’ ૩૬

કોઈ ક્‌હે વળી — ‘લ્યો આ રાઈ પણ આ સદનમાં રે
ગૃહનાથ ગયોછે બાઈ અકાલમરણમાં રે !” ૩૭

કોઈ ક્‌હે — ‘રાઈ આ જે’ણે વાવી તે વર્ષાવિરામે રે,
હછ લણવાવેળ નથી આવી, ને પ્હોંચ્યો સ્વધામે રે.’ ૩૮