પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૮૭


અન્ય હૃદયોએ ભાગ લીધેલો શોક થાય છે હળવો વ્હેલો;
મુજ રક્ત રેડ્યેથી રોકાય તુજ આંસુડાં, તો હું આંહ્યા ૪૬

સદ્ય અર્પણ કરી દઉં છું બ્હેન ! મુજ રુધિરનું રાતું વ્હેણ;
અને સોધી કાઢું તત્ત્વ ઊંડું, જેથી ઊકલે મહાદુઃખ ભૂંડું; ૪૭

જેહ દુંખે કરી પ્રેમ મધુરો શોકરૂપ બની થાય અધૂરો,
અને જેહ મનુજટોળાંને હાકી લઈ જાયછે બલિસ્થાને; ૪૮

મૂક આ પશુયૂથને જેમ પશુના નાથ, મનુજને તેમ,
રમ્ય કુસુમ અને તૃણભૂમિ ઓળંગાવી હાકી જાય ઘૂમી; ૪૯

પ્હોચાડે મહાબલિસ્થાનમાં તે તીવ્ર દુઃખ, જડ્યું જન્મ સાથે;
હું એ ગુઢત્ત્વ ગોતું બાળ ! — હવે શિશુને સ્મશાન પ્હોચાડ્ય. ૫૦