પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૪


(અનુષ્ટુપ્ )
સિન્ધુરુપ મ્હને મૂર્તિ ભાસતી એહ સર્વદા,
શાન્ત, ગભીર, ગાનોમાં વીંટેલી ધુમસે ઝીણાં.૫

(હરિણી.)
અનુભવ દિયે મોંઘો આજે સ્વરૂપ શું રાત્રિમાં!
મુજ હૃદયને બોળી પ્રેમે, રમે અહિં શાંન્તિમાં;
તુજ મધુરતા સ્નેહે ભીની નિરન્તર વ્યાપતી
સતત સુજેને લેજો ઘેરી, ઊંડું સુખ આપતી !૬