પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૬


જીવન,મોદ, અને વળી પ્રેમની,
દ્વિગુણુ નાડી વહી હ્રદયે રહી;

સુખદ ગાન જ તેતણું હું સુણી,
મધુર નીંદરમાં શમતી ઘણી,
પણ અહો ! કંઈ સ્વપ્ન જ કારમાં
અનુભવી છળી જાગી હુંતો હવાં.”
        *****
(અનુષ્ટુપ)
વદે સિદ્ધાર્થ,–“ઓ મ્હારી મધુરી પદ્મની કળી!
સર્વ છે સ્વપ્ન એ રૂડાં, દીઠાં જે ત્હેં ફરી.”

રાણી કહે –“સત્ય એ નાથ! પણ એહ વિરામતાં,
ઘોર વાણી સુણી મ્હેંતો – ‘આવી એ વેળ એમત્ય્હાં.
             ****
સુણી એ ઝબકી જાગી, સ્વપ્નનો સાર શો હશે?
મૃત્યુ પામીશ હું ? કે–તું મુજને છોડીને જશે?” ૧૦

( ગીતિ.)
સન્ધ્યાનું સ્મિત અન્તિમ, હેવાં મધુરાં સુહાગી લોચનથી,
રડતી નારી ભણી તે સિદ્ધાર્થ નિહાળીને કરે વિનતિ, ૧૧