પૃષ્ઠ:Nupur Zankar.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૭


શ્લોક ૧૬–૩૨

શુક્રતારા અને ઉષા એ સૌન્દર્યની મૂર્તિયોના પરમાણુ શૂન્યમાં ગયા પછી, કવિના આત્માને પરમ પુરુષ દિવ્ય પાંજરામાં પૂરેછે (શ્લોક ૧૮), તે પાંજરું સૂક્ષ્મ અથવા લિઙ્ગ દેહને સ્થાને છે (શ્લોક ૧૯). અન્તે દિવ્ય ધામમાં સ્થિર ભાવનાઓનો પરિચિત સંપર્ક થતા પહેલાં આ પાંજરામાંથી પણ આત્મા છૂટો થઈ (શ્લોક ૨૫), ભોગાયતનની અપેક્ષા વિના જ, છતાં કેવળ આધ્યાત્મિક પણ વ્યક્ત સ્વરૂપે, રહેલો બતાવ્યો છે. પૂર્વે વેરાઈ ગયેલી ભાવનાઓના પરમાણુમાંથી પાછી એ જ ભાવનાઓ, પણ સત્ય રૂપે, ઘડાઈને ઉપસ્થિત થયેલી આલેખી છે (શ્લોક ૨૧-૨૪; એક ૩૧-૩૨); તે આત્માને એ અતિપૂર્ણ શુદ્ધ સ્થિતિમાં અનુભવગોચર થાયછે (શ્લોક ૨૬-ર૯).

શ્લોક ૧૧ ઉત્તરાર્ધ :— કલ્પના કરતાં વધારે તીવ્ર સંવેદનથી આત્મા તારાગણોના અપ્રાપ્ય લોકમાં પણ કામ કરીને ફરી વળ્યો એમ તાત્પર્ય છે.

શ્લોક ૧૪, ચરણ ૩.

પર્વતટોચ ઉપર રહી તીવ્રસંવેદનબળે તારામંડળમાં ફરી વળીને પણ શુક્રતારાને અડકવા જતાં અણુરેણ હજાર કડકા થઈ શુકતારા છિન્નભિન્ન થઈ; તે સાથે જ ઉચ્ચ ઉડ્ડ્યનની અશાંકિત થઈ પણ વળી ઉષાને જોતાં, ત્હેની પાસે પહોંચવાના સાધન તરીકે ઘનશકલ (વાદળાનો કડકો) વાપર્યો. તે ઉષા પણ પીગળી ગઈ, પછી અધઃપતન

થવાને બદલે આત્મા ગગનો વટાવી ઊડ્યો. (શ્લોક ૧૬-૧૭).