પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૪

મ્મટે આપ્યું છે. ઉદાહરણ આ આપ્યું છે –


विभिन्नवर्णा गरुडाग्रजेन सूर्यस्य रथ्या: परित:स्फुरन्त्या|

रत्नै:पुनर्यत्र रुचं स्वामानिनियरे वंशकरीरनीलै: ||


દુતવિલમ્બિત.)

પ્રકૃતિનીલ રંગ રવિતણા
અરુણસંગથી લાલ બન્યા ઘણા,
રુચિર નીલમણિત કાન્તિથી
જહિં ધરે નિજ વર્ણ ફરી થકી.

]

મેરુ પર્વતનું આ વર્ણન છે. સૂર્યના અશ્વ નીલા રંગના હોય છે, તે સૂર્યના સારથિ અરુણના સંયોગમાં આવતાં લાલ બન્યા --આપ એક તદ્‌ગુણ; અને મેરુ પર્વત ઉપરના નીલમણિની લીલી કાન્તિ જોદે સંયોગમાં આવતાં એ લાલ રંગ બદલાઈ ફરી નીલ રંગ બન્યો, એ બીજો તદ્‌ગુણ.

तद़्गुण કાવ્યમાં આ અલंકારનું ઉદાહરણ બતાવ્યું નથી. પરંતુ એ અલંકારનું તત્વ વિશેષ રૂપે વપરાયું છે,નિર્વાણની શાન્તિમાં અન્ય અનુભવો આવતાં પોતાનું સ્વરૂપ તજી નિર્વાણરૂપ બને છે એ સત્ય ઉત્કટ રૂપે બતાવાયું છે, માટે तद़्गुण નામનો ઉપયોગ કર્યો છે. શાન્તિવિધી અનુભવ આવતાં ત્હેનો ત્યાગ કરે એ જ્ઞાનની દશામાં કાંઇક શ્રમને અને કાંઈક જ્ઞાનમાં ક્ષણિક વિકારને પ્રવેશ મળે છે; નિ-

_____________________________________________________

આવવાથી પોતાનો ગુણ તજીને કોઈ વસ્તુ ત્હેનો ( ઉજજવલગુણ

અન્ય વસ્તુનો ) ગુણ લેછે તે-तद़्गुण અલંકાર.