પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૮

ચરણ ૩. ઝાંખતી–નું કર્મ ‘સ્મિત અને કર્તા “સુન્દરી ગિરિ દેવી છે. ઝાંખતી =આછું પ્રગટાવતી,

ચરણ ૩–૪. સુન્દરી ગિરિદેવી–ગિરિદેવી તે સુન્દરી.

કડી ૬ ચરણ ૪–આંસુ-શોકનાં અને હર્ષનાં બંને સ્થિતિ વિકલ્પ લઈ સકાશે. ગૂઢા ભાવ મા તે કલ્પનાગમય રહી પ્રસંગાનુસાર લઈ સકાય

કડી ૭ ચરણ ૧-૨. નદીમાં શુક્રનું પ્રતિબિંબ પડેલું તેથી પોતાના કેશમાં શુક્રને ગૂંથ્યાની કલ્પના છે.

કડી ૮. શિશુની નિર્દોષતા તથા દિવ્યસ્થાનની સૂચકતાને લીધે એ મતર્યજીવનને સ્વર્ગ સાથે જોડે છે એમ માન્યતા દર્શાવી છે.

આર્તનો પુકાર–પૃષ્ઠ ૭૪

આ કાવ્યમાંનું રૂ૫ક સમઝાય હેવું છે એમ આશા રાખું છું. સ્પષ્ટતા માટે બતાવું છું. કોઈ કૂવાની ઉપર સુન્દર લલચાવનારી વેલી (લતા ) હાય ત્હેને જોઈને તેનાં ફૂલ લેવા માટે કોઈ મનુષ્ય જાય; ચેતવનાર બીજો તેને રોકે, પરંતુ લતાકુસુમથી લોભાયલો તેને સાંભળી, લતાથી ઢંકાયેલો કૂવો ન જોઈ સકે માટે અંધ બનીને પગ મૂકતાં. પગ ચૂકીને અંદર પડે; પછી સૂર્યનો પ્રકાશ જોવાને ઉત્સુક બની અંધકૃપમાંથી બહાર નીકળવા બુમ પાડે હાવી અવસ્થા દુરિત (પાપ)ના કુપમાં પડેલા મનુષ્યની દર્શાવી છે; વિષયસુખની લાલચ

તે લોભન લતા-