પૃષ્ઠ:Nupur Zankar.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૩

કડી ૫. પંક્તિ ૧. કુંજ-મુંજમાં. (સપ્તમીને પ્રત્યય એ લુપ્ત)

ખીલી-ખીલેલી.

ગોપીઓનું સંમેલન. પૃષ્ઠ ૭૮-૮૦.

આ ગીત પણ “અશ્રુમતી”માંથી છે. આ ગીતના આંતર પ્રત્યેક જુદા જુદા રાગમાં ગાવાથી ચારુતા આવે છે; આંતરો ૧ લો ખમાચમાં, ૨ જો બિહાગમાં, ૩ જો કલ્યાણમાં, ૪ થો સોરઠમાં, અને ૫ મો ખમાચમાં આમ યોજના મ્હારા બન્ધુ રા. કૃષ્ણરાવે રસિક રીતે કરી છે. ગીતનું નામ આ સંગ્રહ માટે મ્હે પાડયું છે.

કડી ૧. ચરણ ૧. નીલ વાસ-કાળાં લૂગડાં, વાસ-वासस-चास: ઉપરથી. રાત્રિય અભિસારિકા અન્ધકારમાં ગૂઢ રહી સકે માટે કાળાં વસ્ત્ર સ્વીકારાય છે. પરંતુ આ ગીતમાં તે અજવાળી રાત્યનું વર્ણન છે, તેથી શ્વેત વસ્ત્ર જોઇતાં હતાં. પરંતુ મૂળમાં “નીલ” છે તેથી કાયમ રાખ્યું છે. બાકી-ધારી ચારુ શ્વેત વાસ- એમ કરી સકાત ખરું.

ચરણ ૨.–રાસ = રાશિ, ઢગલો.

હૃદય-હૃદયમાં (સપ્તમીને પ્રત્યય એ લુપ્ત, ) પ્રણય = પ્રેમ; પ્રેમના કુસુમનો ઢગલો હૃદયમાં (ધારીને-પ્રથમ ચરણમાંથી અધ્યા- હત; અથવા ધારી-નું કર્મ એક વાકયમાં જ લેવું.)

ચરણ ૩, હરિણનેત્ર– નેત્રમાં (સપ્તમીને પ્રત્યય 'એ' લુપ્ત.)

આ પણ પ્રથમ ચરણના “ધારી'નું કામ.